તાજા સમાચાર: ૨૪મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી ગિરનારમાં રોપ-વેનું ડિજિટલ લોકાપર્ણ કરશે, જેના લીધે ગુજરાત રાજ્યના પ્રવાસન વ્યવસાયને એક નવો વેગ મળશે.
ગિરનાર પર લોકોને ૯૯૯૯ પગથિયાં ચડીને જવું પડતી હતું, ઘણા વૃધો, બાળકો વચ્ચેથી જ પાછા ફરી જતા હતાં. પણ હવે આનું નિવારણ ગુજરાત સરકાર પરિવહન વિભાગ દ્વારા શોધી કાઢવામા આવ્યું છે. સૌથી પડકારરૂપ પ્રોજેક્ટ એવો ગિરનાર રોપ- વે સાકાર થવા જય રહ્યો છે. ગિરનાર પર્વત પર ૨.૧૩ કિમિ લાંબા રોપ-વેનું ડીજીટલ લોકાપર્ણ ૨૪મી ઓક્ટોબરનાં પ્રધાનમંત્રી ના હસ્તે કરવામાં આવશે. જયારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ ખાતેથી રોપ-વે પ્રોજેક્ટ ખુલ્લો મુકશે. તેની તૈયારીના ભાગરૂપે રોપ-વેની ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. રોપ-વે દ્વારા જંગલને માણવાનો લ્હાવો પર્યાવરણ પ્રેમીઓને મળશે. જેના લીધે ગુજરાત રાજ્યના પ્રવાસન વ્યવસાયને વેગ મળશે. તથાં સ્થાનીય કક્ષાએ રોજગારીનું સર્જન થશે.૩૪ મહિના બાદ રોપ-વે પ્રોજેક્ટ સાકાર થતા માત્ર જૂનાગઢ જ નહિ પરંતુ સમગ્ર સોરઠને વિકાસની એક નવી તક મળશે.

# રોપ-વેની વિશિષ્ટતાઓ :
• સૂત્રોના જણાવ્યાં મુજબ રોપ-વેથી અંબાજી સુધી માત્ર ૮ મિનિટમાં પહોંચી શકાશે.
• રોપ-વે માં ૮ ટ્રૉલી રહેંશે અને ૧ કલાકમાં ૮૦૦ લોકોનું પરિવહન થશે .
• ગિરનારના રોપ - વે પ્રોજેક્ટની મહત્વની બાબતો પર નજર કરીએ તો રોપ - વેમાં ૯ ટાવર ઉભા કરાયા છે, જેમાં ૫ અને ૬ નમ્બરનાં ટાવર વચ્ચે ૧ કિલોમીટરનું અંતર છે.
• દાવો કરવામાં આવે છે કે આ રોપ-વે ગુજરાત નો જ નહિ પણ એશિયાનો સૌથી મોટો રોપ-વે હશે.
• એટલુંજ નહીં પણ આ બંને ટાવર વચ્ચે ૧૫૦૦ ફૂટની ઊંડાઈ છે.
• ઉપરાંત આ પ્રોજેક્ટમાં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ૮૦ કિમિની ઝડપે પવન ફૂંકાશે તો પણ એને કોઈ અસર થશે નહિ.
• આ સાથે એકસાથે ૮ વ્યક્તિ બેસી શકે એવી ૨૫ ટ્રોલી તૈયાર કરાઈ છે.
• એક ટ્રોલી ૧ સેકન્ડમાં ૫ મીટરનું અંતર કાપશે અને ૭.૨૮ મિનિટની અંદર અવ્વ્લ સ્ટેશનથી લોવર સ્ટેશન સુધી પહોંચશે.
• એક અંદાજ મુજબ ગિરનાર રોપ-વે ચાલુ થયાં બાદ ૪૦ લાખ યાત્રાળુનો ઉમેરો થશે જેને કારણે જૂનાગઢમાં વાર્ષિક રૂપિયા ૨૦૦ કરોડની આવક થવાનો અંદાજ છે. જે જૂનાગઢને જ નહીં પણ રાજ્યના પ્રવાસન વિભાગને સૌથી મોટો ફાયદો કરાવશે.
• ૩૪ મહિના બાદ રોપ -વે પ્રોજેક્ટ સાકાર થતા માત્ર જૂનાગઢ જ નહિ પરંતુ સમગ્ર સોરઠને વિકાસની એક નવી તક મળશે.
• રોપ-વે દ્વારા જંગલને માણવાનો લ્હાવો પર્યાવરણ પ્રેમીઓને મળશે.
• જેના લીધે ગુજરાત રાજ્યના પ્રવાસન વ્યવસાયને વેગ મળશે.
• તથાં સ્થાનીય કક્ષાએ રોજગારીનું સર્જન થશે.
Comments
Post a Comment