Is depreciation allowable on purchase of fixed assets by cash, Which used for bussiness purpose?
ગરીબો અને નિરાશ્રિતો ની આંખમાં પાર્થ લીમ્બાચીયા નામનું એક કમળ ખીલ્યું છે. નામે પાર્થ ગીરીશભાઈ લીમ્બાચીયા , પાલનપુરનાં રહેવાસી છે અને હાલ અમદાવાદ સ્થિત છે. પાર્થભાઈ બી. ફાર્મ માં અભ્યાશ કરે છે. પાર્થભાઈ ૨૦ વર્ષની ઉમરનાં જ છે, પણ એમના ઉમદા વિચાર જોઈને લાગે નહિ આટલી નાની વય.
પાર્થ ભાઈને ગરીબો અને નિરાશ્રિતો માટે કાંઈ કરી છૂટવાનો અને એમને મદદરૂપ થવાનો વિચાર આવ્યો. અને ઍ વિચાર સાથે તેઓ પાલનપુરની આસપાસની ઝૂંપડપટ્ટી વિસ્તાર અને રોડની આસપાસ નિવાસ કરતાં ગરીબ અને નિરાશ્રિત ભાઈ-બહેનોને કપડાં, અન્ન અને માસ્ક જેવી જરૂરિયાતરૂપી વસ્તુઓનું વિતરણ જેવા ઉમદા કર્યો કરે છે. અને એમને આ વિચાર એમના પરમ મિત્ર સોનું રાવત સાથે સહારે કર્યો અને એ પણ હવે આ ઉમદા કાર્યમાં સહભાગી થયા છે. સોનું રાવત જે પાલનપુરનાં રહેવાસી છે અને સિવિલ એન્જિનિરીંગમાં સુરતમાં અભ્યાશ કરે છે. તેઓ હંમેશા કહે છે કે ગરીબ અને નિરાશ્રિત માણસ ક્યારેય પોતાને એકલો ના માને, બને એટલી એ ગરીબ, નિરાશ્રિતોની મદદ કરે છે. પાર્થભાઈ અને તેમના મિત્ર છેલ્લા ૨.૫ વર્ષથી ગરીબ અને નિરાશ્રિતોને સેવા આપી રહ્યાં છે.
અને તેઓએ આ વિચારને પરિણામ સ્વરૂપ આપતાં એમને "ફર્સ્ટ સ્ટેપ ઓરગેનાઇઝેશન" નામનું ગ્રુપ બનાવ્યું છે. "જાજા હાથ રળિયામણાં" કહેવત મુજબ એ જેમ બને તેમ વધું ને વધું લોકોને અને ફ્રેંડ્સને આ ભગીરથ કાર્ય માં સહભાગી થવા આમન્ત્રે છે. હવે જે લોકોને આ ભગીરથ કાર્યમાં જોડાવાની ઈચ્છા હોય તે આ વોટ્સએપ્પ ગ્રુપ અને વેબસાઈટની લિંક દ્વારા જોડાઈ શકે છે. જે નીછે મુજબ છે. :
• Watsapp Group Link : click here
• Website Link : click here

ગરીબ કલ્યાણનાં કાર્યો માત્ર રાજકારણમાં આવવાથી જ થતું નથી, પણ જે લોકોને કંઈ કરી છૂટવાની આકાંક્ષા હોય છે એ સામાન્ય કુટુંબમાં હોવા છતાં પણ એ તે કાર્યને કરીને જ રહે છે. અને એજ આ પાર્થભાઈએ કરી બતાવ્યું છે. પાર્થભાઈ વિવિદ ઈવેન્ટ્સ કરીને લોકોને જાગૃત કરે છે. હમણાંજ આ ગઈ દિવાળી વખતે એમને જે લોકો કપડાંનું દાન આપવા માંગતા હોય એમની જોડેથી કલેકશન કરીને કોરોનાકાળમાં પણ તેઓએ ગરીબ અને નિરાશ્રિતોને કપડાંનું વિતરણ કર્યું હતું.

પાર્થભાઈનો આ આંદોલન પાછળનો હેતું એ ગરીબ કલ્યાણનો છે. પણ અમને એમની સાથેની વાતચીત દરમિયાન જાણવાં મળ્યું છે કે તેઓ શિક્ષણ ક્ષેત્રને પણ આવરી લેવાં માંગે છે. એટલે કે તેઓ ગરીબ અને નિરાશ્રિતોને ઓછામાં ઓછું લખતાં-વાંચતાં તો આવડે જ એ માટે થઈને તેઓ એક ટીમ બનાવી રહ્યાં છે અને આ ટીમ બનાસકાંઠાનાં ઝૂંપડપટ્ટી વિસ્તાર અને નિરાશ્રિતોની પાસે જઈને લોકો ને શિક્ષણ આપશે. એ માને છે કે જેટલું અન્ન, વસ્ત્ર, નું મહત્વ છે એટલું જ શિક્ષણનું પણ મહત્વ છે. એમનો એક ઈશારો ગરીબ- નિરાશ્રિતો ને આત્મ-નિર્ભર કરવા પર પણ છે. અને એ તાલીમ અને શિક્ષણ દ્વારા પૂરું પાડશે.
ઉપરાંત એમણે જણાવ્યું છે કે તેઓ ટૂંક સમયમાં NGO ચાલું કરવા માંગે છે જે ગરીબ કલ્યાણનાં કાર્યો કરશે. પાર્થભાઈનાં આ ઉમદા કાર્યની પ્રસંશા કરવી જ રહી.
કોરોનાકાળ હોવા છતાં પોતાની પરવા કર્યાં સિવાય ગરીબોની વહારે આવ્યાં છે પાર્થભાઈ જે કાર્ય ખરેખર ખુબ જ પ્રસંસનીય છે. એક હિન્દી માં કહેવત છેને ;
" खुल जाएंगे सभी रास्ते
तू रुकावट से लड़ तो सही,
सब होगा हासिल
तू अपनी ज़िद पे अड़ तो सही | "
Goood Job Parth......
ReplyDeleteGoood Job Parth......
ReplyDeleteGood Job Parth
ReplyDeleteGreat job Parth. Keep doing the great work.
ReplyDeleteKeep it up my dear
ReplyDelete